હોમ | અમારો સંપર્ક
 

શાળાની વિશિષ્ટતાઓ

પુસ્તકાલય:
શાળામાં પુસ્તકાલય ઘણુંજ સમૃદ્વ છે. તેમાં દરેક વિષય ને આવરી લેતા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવે છે. જેવા કે સર્વવિદ્યાસંગ્રહ, ભાષાના શબ્દકોષ, સામયિકો, પ્રખ્યાત લેખકોના વાર્તા સંગ્રહ અને ચાર વેદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રયોગશાળા:
ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તેમજ જીવવિજ્ઞાન ને લગતી પ્રયોગશાળા છે. જેમાં વિષય નિષ્ણાંત શિક્ષકની રાહબરી હેઠળ વિષય અનુસાર પ્રયોગશાળામાં આધુનિક સાધનો થકી પ્રયોગ કરી શકે છે.

કમ્પ્યુટરની પ્રયોગશાળા
શાળામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે તેમજ ઉચ્ચ્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ અતિ આધુનિક ક્મ્પ્યુટર પ્રયોગશાળા સ્થા૫વામાં આવેલ છે. જેમા ક્મ્પ્યુટરનું નેટવર્કિંગ કરવામાં આવ્યું છે. દરેક સોફ્ટવેર, મલ્ટીમિડીયા, એલ.સી.ડી પ્રોજેક્ટર સ્કેનર દરેક વિષયને આવરી લેતી સી.ડી નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત બાયસેગ દ્વારા પ્રસારિત થતા કાર્યક્ર્મો દર્શાવવાની પણ વ્યવસ્થા શાળામાં છે.

ચિત્રખંડ
શાળામાં વિદ્યાર્થીઓ માટે ચિત્રખંડ છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ કળામાં એવા પારંગત શિક્ષકના સફળ માર્ગદર્શન હેઠળ પોતાની સર્જનાત્મક શકિત ખીલવી શકે, જે વિદ્યાર્થીઓના સર્વાંગિક વિકાસ માટે જરૂરી છે.

સંગીત ખંડ
શાળામાં વિદ્યાર્થીઓ માટે એક સંગીત ખંડ છે. આ ખંડમાં સંગીતની તાલીમ આપવામાં આવે છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સંગીતના પારંગત શિક્ષકના માર્ગદર્શન હેઠળ સંગીતના ક્ષેત્રમાં આગળ આવી શકે, જે વિદ્યાર્થીઓના વિકાસ માટે જરૂરી છે.

રમગ ગમત
રમત-ગમત માટે શાળામાં વિભાગવાર શિક્ષકો છે તથા દરેક રમત ઉ૫ર વિદ્યાર્થીનો રસ જાગૃત કરી શકાય તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે બાલવાડી, ઘોરણ ૧ થી ૪, ઘોરણ ૫ થી ૮ અને ઘોરણ ૯ થી ૧૨ માટે વિભાગ પ્રમાણે રમતના સાઘનો પૂરતી સંખ્યામાં ઉ૫લબ્ઘ છે. બાલવાડી અને ઘોરણ ૧-૨ માટે અલગ રમતનું મેદાન રમતોના સાઘન સાથે ઉ૫લબ્ઘ છે.

રસોડું
વિધાર્થીઓને વિવિઘ પ્રકારનો સ્વચ્છ તથા પૌષ્ટિક નાસ્તો સમયસર મળી રહે તે માટે રસોડા ની સગવડ કરેલ છે.
બરોડાવેબ The ઇ કેટલોગ ડીઝાઈનર દ્વારા સંચાલિત
© કૉપિરાઇટ એલેમ્બિક વિદ્યાલય 2012. તમામ અધિકારો આરક્ષિત.