Admissions Open for Year 2025-2026

એલેમ્બિક વિદ્યાલયમાં અમે અમારા વિદ્યાર્થીઓને એ પ્રકારે સામર્થ્યવાન બનાવીએ છીએ કે તેઓ શૈક્ષણિક રીતે પ્રગતિ સાધે અને વિશ્વના એક જવાબદાર નાગરિક બને. એક અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે અમે ગુજરાતી માધ્યમમાં પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 12 સુધી તમામ વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડીએ છીએ. અનુભવી અને સમર્પિત શિક્ષકોની સાથે ભણવા માટેનો સમૃદ્ધ માહોલ, આધુનિક આંતરમાળખાકીય અને વિવિધ પ્રકારની સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા અમારી શાળા આપના બાળકનો વિકાસ સાધવા અને તેમને સફળ બનાવવા માટેની બધી જ સુવિધા પૂરી પાડે છે.

વિઝન અને મિશન

અમારું વિઝન

અમારું વિઝન એક ગતિશીલ અને સમાવેશી શૈક્ષણિક સમુદાયની રચના કરવાનો છે, જે અમારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરે, આજીવન નવું નવું શીખવા માટે તેમને સામર્થ્યવાન બનાવે તથા તેમને ચિંતક અને એક જવાબદાર વૈશ્વિક નાગરિક બનાવવા.

અમારું મિશન

અમારું મિશન વિદ્યાર્થીઓને એક સલામત અને સંવર્ધન કરનારો માહોલ, નવીન અને નક્કર શૈક્ષણિક કાર્યક્રમો તથા વ્યક્તિગત અને સામાજિક વિકાસની તકો પૂરાં પાડવાનું છે, જેથી કરીને અમારા વિદ્યાર્થીઓને 21મી સદીમાં સફળતા હાંસલ કરવા સજ્જ કરી શકાય.

એલેમ્બિક વિદ્યાલય જ શા માટે?

શૈક્ષણિક શ્રેષ્ઠતા

અમારો અભ્યાસક્રમ કળા, સંગીત, રમતગમત અને વધુના નિયમિત સંપર્ક સાથે, મુખ્ય વિષયોમાં મજબૂત પાયો પૂરો પાડવા માટે રચાયેલ છે.

ચારિત્ર્યનું શિક્ષણ

બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આદર, અખંડિતતા, સહાનુભૂતિ અને ખંત જેવા મૂલ્યોના મહત્વના પર અમે ભાર મૂકીએ છીએ.

સહાયક સમુદાય

અમે શાળા, વાલીઓ અને સમુદાયની વચ્ચે એક મજબૂત સહભાગીદારીને પોષીએ છીએ અને વાલીઓ પણ તેમાં સંકળાય તે માટે કમ્યુનિકેશનના માધ્યમને ખુલ્લું રાખીએ છીએ

અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ

અભ્યાસેત્તર પ્રવૃત્તિઓઃ અમારા વિદ્યાર્થીઓમાં વિવિધ પ્રકારના રસ જાગે અને તેમની પ્રતિભા ખીલી ઉઠે તે માટે અમે વિવિધ પ્રકારની અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ કરાવીએ છીએ અને રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ.

અત્યાધુનિક સુવિધાઓ

અમારી શાળા આધુનિક વર્ગખંડો, સુસજ્જ પ્રયોગશાળાઓ, વિશાળ પુસ્તકાલય અને વૈવિધ્યપૂર્ણ કેમ્પસથી સજ્જ છે.

પ્રિન્સિપાલનું નિવેદન

એલેમ્બિક વિદ્યાલયમાં શ્રેષ્ઠતા એ ફક્ત કોઈ લક્ષ્ય નથી પરંતુ એક જીવનશૈલી છે! અમે સંવર્ધક અને સમાવેશી માહોલ પૂરો પાડવા માટે કટિબદ્ધ છીએ, જે શૈક્ષણિક શ્રેષ્ઠતા, ચારિત્ર્ય ઘડતર અને આજીવન શીખતા રહેવાના વલણને પ્રોત્સાહન આપે છે. અમારી સમર્પિત ફેકલ્ટી અને સ્ટાફ વિદ્યાર્થીઓને પડકારજનક લાગે અને પ્રેરિત કરે તેવો વ્યાપક અભ્યાસક્રમ પૂરો પાડવા અથાગપણે કામ કરી રહ્યાં છે, જેથી કરીને વિદ્યાર્થીઓ તેમની પૂરેપૂરી ક્ષમતાને પામી શકે છે.

પણ એલેમ્બિક વિદ્યાલયમાં અમે ફક્ત શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર જ ધ્યાન કેન્દ્રીત નથી કરતાં. અમે અમારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ, જેમાં વ્યાપક રેન્જની અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ, રમતગમત અને સામુદાયિક સેવાની તકોનો સમાવેશ થાય છે. અમારું લક્ષ્ય અમારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે, જેમની પાસે જ્ઞાનની સાથે-સાથે તેમના ભવિષ્યના સાહસોમાં મદદરૂપ થનારા કૌશલ્યો, મૂલ્યો અને ગુણો પણ હોય.

આ પ્રતિષ્ઠિત સંસ્થાના પ્રિન્સિપાલ તરીકે હું તમને અમારા આ વૈવિધ્યસભર શાળા સમુદાયનો હિસ્સો બનવા અને અહીંના વિદ્યાર્થીઓના સમૃદ્ધિશાળી જીવનનો અનુભવ મેળવવા માટે આમંત્રિત કરું છું. તો ચાલો, આપણે ભેગા મળીને બાળકોને સામર્થ્યવાન બનાવીએ, જેથી કરીને તેમનામાં આત્મવિશ્વાસ, કરુણા જેવા ગુણો વિકસે અને તેઓ વિશ્વમાં હકારાત્મક પ્રભાવ પાડવા માટે સજ્જ હોય તેવા જવાબદાર વૈશ્વિક નાગરિક બને.

Principal_Alembic

પુરસ્કાર અને સન્માન

વર્ષ ૨૦૨૨-૨૩ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના ટોપર્સ
ઓગસ્ટ, ૨૦૧૯ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉજવણી
સપ્ટેમ્બર , ૨૦૧૬ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા
માર્ચ, ૨૦૧૪શ્રેષ્ઠ શાળા નો પુરસ્કાર

શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરનારા અમારા વિદ્યાર્થીઓ

અમે અમારા વિદ્યાર્થીઓએ હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવીએ છીએ અને તેમને શાળાની અંદર અને શાળાની બહાર તેમની પ્રતિભા અને કૌશલ્યોને દર્શાવવાની તક પૂરી પાડીએ છીએ.

એલેમ્બિક વિદ્યાલય

અમારી શૈક્ષણિક ફિલોસોફી અમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, જટિલ ચિંતનને પ્રોત્સાહન આપવા તથા તેમનામાં મજબૂત મૂલ્યો અને નૈતિકતાનું પ્રત્યારોપણ કરવા પર કેન્દ્રીત છે. અમારું માનવું છે કે શિક્ષણ એટલે ફક્ત જ્ઞાનજ મેળવવું નહીં,પરંતુ શિક્ષણ એટલે તો ચારિત્ર્યનું ઘડતર કરવું, કૌશલ્યો વિકસાવવા અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવી.

સંપર્ક વિગતો

લોકેશન

Scroll to Top