બાલવાડી (નર્સરી,કેજી-૧, કેજી-૨)

બાલવાડી માં ત્રણ વર્ષનો સમયગાળો હોય છે. જેમાં ઘર જેવા વાતાવરણમાં માર્ગદર્શન, રચનાત્મક કાર્યો તથા સહકારની ભાવના થકી બાળક્નો ઉછેર તથા સંભાળ રાખવામાં આવે છે. તેમનામાં રહેલ શક્તિ ખીલવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રત્યેક દિવસે અલગ કાર્યો કરાવવામાં આવે છે જેવા કે ચિત્રકામ, વાર્તા સંભળાવવી, કઠપૂતળીનો ખેલ બતાવવો, તહેવારોની ઉજવણી, કુદરતી વાતાવરણનો અનુભવ કરાવવો, ગીત-સંગીત તથા પ્રવાસ ગોઠવવો તથા વાંચન-લેખનનું પૂર્વજ્ઞાન આપવામાં આવે છે.

(ઘોરણ ૧ થી ૮)

પૂર્વ-પ્રાથમિક વિભાગમાં પાયાના સ્તરે કરેલા મજબૂત પ્રયાસને કુમળી વયના વિદ્યાર્થીઓની ખીલેલી શકિતને આગળ ઘપાવવા પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક કાર્યને વેગ આ૫વા માટે સુવ્યવસ્થિત આયોજન કરેલ વિષય જેવા કે ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કળા, સંસ્કૃત, ગીત, નૃત્ય ,કમ્પ્યુટર, સામાજીક વિજ્ઞાન તથા શારીરિક શિક્ષણ તેમજ શૈક્ષણિક પ્રવાસ ગોઠવવામાં આવે છે તથા નાટક, કળા વગેરેની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક ૫રીક્ષા, તેમજ રમત ગમત માં ભાગ લેવડાવવા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે.

(ધો ૯ અને ૧૦)

પ્રાથમિક વિભાગમાં શિક્ષક તથા વાલીના સહપ્રયાસથી દરેક સ્તર સફળતા પૂર્વક પાર કરી વિદ્યાર્થી માધ્યમિક વિભાગમાં પ્રવેશે છે ત્યારે તેનામાં સ્વતંત્ર વિચારસરણી ખીલવાની શરૂઆત થઇ હોય છે. તેમજ વિધાર્થી સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શકે તેવી અપેક્ષા સહ તેમજ શાળાના દરેક વિષયના નિપુણ શિક્ષકના કાયમી પ્રોત્સાહન થકી ગુજરાત માધ્યમિક તથા ઉ.માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થઇ તેમજ બોર્ડમાં આગલી હરોળમાં નંબર લાવવા એક સફળ પ્રયાસ કરવામાં આવે છે. આ વિભાગમાં પ્રત્યેક વિધાર્થીની રુચી અનુસાર તેમજ તેના રસના વિષય પસંદ કરવામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તથા નાટક, કળા વગેરેની પ્રવૃત્તિઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમતગમતમાં ભાગ લેવડાવવા શિક્ષકો દ્વારા કાયમ પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ઉચ્ચત્તર માધ્યમિક: (ધો. ૧૧, ૧૨)

માધ્યમિક વિભાગના શિક્ષકોના અથાગ પ્રયાસથી ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થઇ તેમાં સફળતાની કેડી કંડારતા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં દાખલ થતા એક અતિ મહત્વના સ્તરે પહોંચતા તેઓની જીંદગીને સફળ બનાવવા શાળા દ્વારા વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહમાં ગુજરાત માધ્યમિક બોર્ડના પરિણામ તથા સરકારશ્રીની નીતિ અનુસાર પ્રવેશ આપવામાં આવે છે. આ સ્તરમાં અભ્યાસને વધુ રસમય તથા સરળ બનાવવા વિદ્યાર્થીઓને શાળા દ્વારા આપવામાં આવતા શૈક્ષણિક પધ્ધતિમાં વિષયલક્ષી પ્રયોગો, નિરિક્ષણ પધ્ધતિ, સમૂહ ચર્ચા, વર્કશોપ, પ્રોજેક્ટ વર્કનું સફળ આયોજન તેમજ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ ભગીરથ કાર્ય અત્યાધુનિક સંશોધનો થકી પાર પાડવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં વધારો થાય અને આત્મનિર્ભર થવાની ક્ષમતામાં વધારો થાય, જે આજના સ્પર્ધાત્મક યુગમાં તેમજ દિન પ્રતિ દિન વધતી રહેલી પડકારજન્ય જિંદગીનો સામનો આસાન રીતે કરી શકાય તેવી શક્તિ પૂરી પાડે છે.

ગેલેરી

Scroll to Top