અમારી ફિલોસોફી
અમારી શૈક્ષણિક ફિલોસોફી અમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, જટિલ ચિંતનને પ્રોત્સાહન આપવા તથા તેમનામાં મજબૂત મૂલ્યો અને નૈતિકતાનું પ્રત્યારોપણ કરવા પર કેન્દ્રીત છે. અમારું માનવું છે કે શિક્ષણ એટલે ફક્ત જ્ઞાનજ મેળવવું નહીં,પરંતુ શિક્ષણ એટલે તો ચારિત્ર્યનું ઘડતર કરવું, કૌશલ્યો વિકસાવવા અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવી.
શાળા વિષે
 
વર્ષ ૧૯૫૯ માં એલેમ્બિક વિદ્યાલયની સ્થા૫ના કરવામાં આવી જે ગુજરાતી માઘ્યમની શાળા છે. તે શહેરના મઘ્યમાં ચાર એકર જમીનમાં આવેલી છે. શાળાના ત્રણ માળમાં, ૩૫ વર્ગ, રમત ગમતના મેદાન, પુસ્તકાલય, એક કમ્પ્યુટર પ્રયોગશાળા તથા ત્રણ વિજ્ઞાન લક્ષી પ્રયોગશાળા, અદ્યતન રસોડું, નિષ્ઠાવાન શિક્ષકો, વફાદાર કર્મચારી ગણ નો સમાવેશ થાય છે. આ શાળા હેઠળ લગભગ ૧૯૦૦ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં પ્રવૃતિમય છે.
વિભાગ વિષે
એલેમ્બિક વિદ્યાલય ગુજરાતી માઘ્યમની મિશ્ર શાળા છે. જેમાં બાલમંદિર થી ૧૨ ઘોરણ સુઘીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળા ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સાથે સંલગ્ન છે. આ શાળા માં પાંચ વિભાગ – પૂર્વ પ્રાથમિક, નિમ્ન પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માઘ્યમિક અને ઉ. માઘ્યમિક વિભાગ છે.
- All
- પ્લેગ્રાઉન્ડ
- વર્ગખંડ
- કોમ્પ્યુટર લેબ
- પુસ્તકાલય
- પ્રયોગશાળા